Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

કેરળ હાઇકોર્ટના ચુકાદાને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કસૂરવાર કર્મચારી સામેની અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને તેની ડેથ-કમ રિટાર્યમેન્ટ ગ્રેજ્યુઇટી (DCRG) અટકાવવાના હકથી વંચિત રાખી શકાય નહીં.

કેરળ હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય સેવા નિયમોની જોગવાઈ હેઠળ DCRG સામે નહીં પરંતુ માત્ર પેન્શન સામે કર્મચારીના બાકી લેણાની રિકવરી કરી શકાય છે. હાઇકોર્ટે કેરળના સેવાના નિયમોના રૂલ-3ને નાબૂદ કર્યો હતો, જેમાં DCRGને અટકાવવાની મંજૂરી મળે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો અપીલ કરવામાં ન આવી હોત તો એવું કહી શકાય કે ગુનાહિત કેસના દોષિત હોવા છતાં રાજ્ય પાસે DCRG કે પેન્શનને જપ્ત કરવાનો રાજ્યને હક નથી? અમે માનીએ છીએ કે તેથી અપીલ પેન્ડિંગ હોવાથી રાજ્યને DCRGનો હકથી વંચિત રાખી શકાય નહીં.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અરજદાર (રાજ્યના કર્મચારી) સામે બીજી કોઇ ખાતાકીય કાર્યવાહીનો સવાલ નથી, તેથી ગુનાહિત કાર્યવાહીના તારણથી રાજ્યને માત્ર આ કાર્યવાહીના તારણને આધારે યોગ્ય આદેશ જારી કરવાનો હક છે. તેથી અમે માનીએ છીએ કે કેરળ હાઇકોર્ટની સંપૂર્ણ ખંડપીઠેનો આ આદેશ ટકી શકે નહીં. ગુનાહિત કેસની અપીલને પેન્ડિંગ રાખીને અરજદાર માટે ગ્રેજ્યુઇટી છૂટી કરવી જોઇએ એવું કહી શકાય નહીં. કોર્ટે પેન્શન કે DCRGને અટકાવવા પાછળના હેતુઓને ધ્યાનમાં રાખવા જોઇએ. કસૂરવાર કર્મચારી પાસેથી ભવિષ્યમાં બાકી લેણા વસૂલ કરવાનું મુશ્કેલ બને છે.