Delhi Indira Gandhi International airport
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે એરલાઇન્સ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની PNR વિગતો કસ્ટમ ઓથોરિટીને ફરજિયાત આપવાનો નિયમ બનાવ્યો છે. તમામ એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉપડવાની હોય તેના 24 કલાક પહેલા મુસાફરોની પીએનઆર વિગતો કસ્ટમ ઓથોરિટીને આપવી પડશે. આ નવા નિયમની સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરોની PNR વિગતો એકત્ર કરનારા બીજા 60 દેશોમાં ભારત પણ સામેલ થયું છે.  

હાલમાં એરલાઇન્સે ઇમિગ્રેશન ઓથોરિટીને અગાઉથી પેસેન્જરના નામરાષ્ટ્રીયતા અને પાસપોર્ટ વિગતો સહિતની માહિતી આપવી પડે છે.  

નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ માહિતીમાં મુસાફરોના નામસંપર્કની વિગતો અને પેમેન્ટ વિગતોનો સમાવેશ થશે. આ માહિતીના ઉપયોગથી દેશમાં પ્રવેશ કરતાં કે દેશ છોડતા મુસાફરોના સર્વેલન્સમાં સુધારો કરવામાં કસ્ટમ વિભાગને મદદ મળશે. તેનાથી રિસ્ક એસેટમેન્ટમાં પણ મદદ મળશે.  

નાણા મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમે 8 ઓગસ્ટે પેસેન્જર નેમ રેકોર્ડ ઇન્ફર્મેશન રેગ્યુલેશન 2022ને નોટિફાઇ કર્યા હતા. આ નિયમનો હેતુ આર્થિક ગુનેગારો અને બીજા ગુનેગારોને દેશ છોડીને ભાગી જતાં રોકવાનો છે. તેનાથી સ્મગલિંગ જેવા ગેરકાયદે ટ્રેડ પર પણ લગામ આવશે. 

એરલાઇન્સ દ્વારા ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે કસ્ટમ વિભાગને શેર કરવાની છે તેવી માહિતીમાં પેસેન્જરનું નામબિલિંગ-પેમેન્ટ ઇન્ફર્મેશન (ક્રેડિટ કાર્ડ નંબર)ટિકિટ ઇશ્યૂ કર્યાની તારીખપ્રવાસનો હેતુએકસમાન પીએનઆર ધરાવતા બીજા મુસાફરોના નામોપીએનઆર માટે ટ્રાવેલ ઇટિનરીઇ-મેઇલ આઇડીમોબાઇલ નંબરટ્રાવેલ એજન્સીનું નામ વગેરેનો સમાવેશ થાય છે. 

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાંથી નીરવ મોદીવિજય માલ્યા અને મેહુલ ચોક્સી સહિત કુલ 38 આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે.એવી સંસદમાં સરકારે માહિતી આપી હતી.