કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે એવિયેશન કંપનીઓને 2020માં 118.5 બિલિયન ડોલર અને 2021માં 38.7 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.
એવિયેશન કંપનીઓનાા વૈશ્વિક સંગઠન ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)ના એક ટોચના અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, આ જૂનમાં લગાવવામાં આવેલ અનુમાનથી ખરાબ સ્થિતિ છે. આઈટીએટીના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન પિયર્સે કહ્યું કે, 2020નું બીજુ ક્વાર્ટર ઘણું નિરાશાજનક રહ્યું. જૂનમાં વૈશ્વિક સ્તરે એવિયેશન કંપનીઓને 2020માં 84.3 બિલિયન ડોલર અને 2021માં 15.1 બિલિયન ડોલરનું નુકશાન થવાનું અનુમાન હતું. કોરોના વાયરસ મહામારીને પગલે મુસાફરી પરના પ્રતિબંધોને કારણે 2020માં વૈશ્વિક એરલાઈન્સમાં મોટો ઘટાડો આવ્યો છે.
પિયર્સે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ સંમેલનમાં જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષનું બીજુ ક્વાર્ટર અત્યંત નિરાશાજનક રહ્યું છે. તેના કારણે અમને અમારા અંદાજમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. 2020માં વિમાન ઉદ્યોગને કુલ 118.5 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.