કોરોના મહામારીની બીજા લહેરના કારણે ભારતના એરલાઇન્સ સેક્ટરને વર્ષ 2022 સુધીમાં 8 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. ભારતની મુખ્ય એરલાઇન્સ કંપનીઓ ઇન્ડિગો અને એર ઇન્ડિયા લિમિટેડને 4.5 બિલિયન ડોલરનું નુકસાન થવાની સંભાવના છે, એમ સીએપીએ સેન્ટર ફોર એવિએશને નાણાંકીય વર્ષ 2022ના ઇન્ડિયા એરલાઇન આઉટલૂક રિપોર્ટમાં જણાવ્યુ હતું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય એરલાઇન્સ કંપનીઓને ટકી રહેવા માટે 5 બિલિયન ડોલરની જરૂર છે, આ કંપનીઓ આઇપીઓ, નવા શેરનું વેચાણ અને અન્ય નાણાંકીય સંશાધનો મારફતે 1.1. બિલિયન ડોલર ઉભા કરવાની ક્ષમતા છે. તેથી સહાયની પણ જરૂર છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ડોમેસ્ટિક રૂટ પર પેસેન્જર ટ્રાફિક ઘટીને 8 કરોડ થવાનો અંદાજ છે, જે વર્ષ 2020માં 14 કરોડ હતો. જો કે ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં 1.6 કરોડ પેસેન્જરનો ટ્રાફિક જોવા મળશે જે વિદેશી વિમાન એરલાઇન્સ પર પ્રતિબંધનું પરિણામ છે.