અદાણી એરપોર્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ડોમેસ્ટિક ડિપાર્ચર માટે યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) હાલના રૂ. 100થી વધારીને રૂ.703 કરવાની દરખાસ્ત કરી છે. તેણે આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન માટે UDF હાલના રૂ. 703 થી વધારીને રૂ. 1,400 કરવાની પણ દરખાસ્ત કરી છે. એક વર્ષ પૂરું થયા પછી આ તેમાં વધારો થશે.

આમ યુઝર ડેવલપમેન્ટ ચાર્ચ (UDF)માં 7થી 14 ગણો વધારો કરવાની દરખાસ્ત છે. આ ચાર્જ આગામી ફેબ્રુઆરીથી વધી શકે છે. આ ચાર્જ પણ દર વર્ષે વધતો જશે. અદાણી જૂથે 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2024 સુધીનો ચાર્જ ડોમેસ્ટિક માટે 703 અને ઈન્ટરનેશનલ માટે 1400 રાખવા દરખાસ્ત કરી છે. જ્યારે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધીનો ચાર્જ 738 અને ઈન્ટરનેશનલ માટે ચાર્જ રૂ. 1470 રાખવાની દરખાસ્ત છે. 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 માટે ડોમેસ્ટિક યુડીએફ ચાર્જ રૂ. 775 અને ઈન્ટરનેશનલ માટે ચાર્જ રૂ. 1544 રાખવા માંગણી કરી છે. આ ઉપરાંત ટેક્સ અલગથી લાગશે.

યુઝર ડેવલપમેન્ટ ચાર્જ પેસેન્જર દ્વારા ડાયરેક્ટ ચુકવવામાં આવે છે. આ ઉપરાંત એરલાઈન્સ પાસે વસુલવામાં આવતા લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવાની દરખાસ્ત છે. આ બધા ખર્ચ ઉપરાંત એવિયેશન ફ્યુઅલના ખર્ચ અને ડોલર-રુપિયાના રેટને ધ્યાનમાં લેવામાં આવે તો હવાઈ મુસાફરી ઘણી મોંઘી પડી શકે છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટે તેનો ટેરિફ કાર્ડ એરપોર્ટ્સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટીને સોંપ્યો છે.

 

LEAVE A REPLY