પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સોમવાર તા. 28ના રોજના રોજ યુકેની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ નિષ્ફળ જતાં યુકેની હવાઇ સેવા તકલીફમાં આવી ગઇ હતી. છેલ્લા એક દાયકામાં સર્જાયેલા સૌથી ખરાબ આઉટેજમાં યુકેભરના વિવિધ એરપોર્ટ્સ પરથી ઉપડતી લગભગ 1,000 ફ્લાઇટ્સ થોભાવી દેવાઇ હતી અને રદ કરવામાં આવી હતી. વર્ષના સૌથી વ્યસ્ત મુસાફરીના દિવસોમાં હજારો મુસાફરોને રદ ફ્લાઇટ્સ તેમજ ફ્લાઇટો મોડી પડતા તકલીફોનો સામનો કરવા પડ્યો હતો અને આકરી અરાજકતાનો સામનો કરવો પડ્યો હતો. આ “વિક્ષેપના દિવસો” શુક્રવાર સુધી ચાલુ રહી શકે છે. પરંતુ આ બધા વચ્ચે એર ઈન્ડિયાની યુકેથી ઉપડતી તેની ફ્લાઈટ્સ પર કોઈ ખાસ અસર થઇ નથી.

એર ઈન્ડિયાએ 28 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે ‘’એરલાઈન પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહી છે. અસરગ્રસ્ત ફ્લાઇટ્સનું શક્ય તેટલું અસરકારક રીતે સંચાલન કરવા માટે એરલાઇન્સ અને એરપોર્ટ્સ સાથે મળીને કામ કરી રહ્યા છે. સામાન્ય સ્થિતિમાં પાછા આવ્યા બાદ એન્જિનિયરો સિસ્ટમની કામગીરીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરશે.’’

ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા લંડન, ગેટવિક અને બર્મિંગહામથી ઉડાન ભરે છે. જ્યારે વિસ્તારા લંડન માટે સેવાઓનું સંચાલન કરે છે. એર ઈન્ડિયા ભારત અને યુકે વચ્ચે સાપ્તાહિક 98 ફ્લાઈટ્સ ચલાવે છે. 28 ઓગસ્ટના રોજ, એરલાઇન ભારત અને યુકે વચ્ચે 14 ફ્લાઇટ્સનું સંચાલન કરનાર હતી અને વિસ્તારા બંને દેશો વચ્ચે દરરોજ બે ફ્લાઈટ ચલાવે છે.

નેશનલ એર ટ્રાફિક સર્વિસિસ (Nats) એ જણાવ્યું હતું કે ‘’આ વિક્ષેપ માટે અમે “નિષ્ઠાપૂર્વક દિલગીર છીએ. સ્વાનવિક, હેમ્પશાયરમાં NATSના હેડક્વાર્ટરમાં સોમવારે સવારે ફ્લાઇટ પ્લાનિંગ સિસ્ટમ નિષ્ફળ જતાં સમસ્યાઓ ઉભરી આવી હતી. જેને કારણે એરલાઇન્સ દ્વારા સબમિટ કરવામાં આવતા ફ્લાઇટ પ્લાન આપમેળે પ્રોસેસ થતાં બંધ થઇ ગયા હતા. જેથી દરેક ફ્લાઇટ્સના પ્લાન સીસ્ટમમાં જાતે વ્યક્તિગત ધોરણે દાખલ કરવા પડ્યા હતા. આ મુશ્કેલી ઉભી થતાં સુરક્ષાના કારણોસર ફ્લાઇટના આગમન અને પ્રસ્થાન પર “પ્રવાહ પ્રતિબંધ” લાદવામાં આવ્યો હતો. સમસ્યાનું કારણ શું છે તેની અધિકારીઓને ખબર છે પરંતુ તે સિસ્ટમને કેવી રીતે નિષ્ક્રિય કરે છે તેની ખબર પડતી નથી. જે અંગે એન્જિનિયરો સિસ્ટમની કામગીરીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા.’’

સરકારી સ્ત્રોતો અને એવિએશન અધિકારીઓએ સાયબર હુમલાને નકારી કાઢ્યો હતો. સૂત્રોએ સૂચવ્યું કે આ મુદ્દો ફ્રેન્ચ એરલાઇન દ્વારા ખોટી રીતે ફાઇલ કરાયેલી યોજનાનું પરિણામ હોઈ શકે છે, જોકે NATSએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ તકલીફ સોમવારે લગભગ 3 વાગ્યા સુધીમાં ઉકેલાઈ ગઈ હતી, જોકે આ આઉટેજ દિવસોના સમયપત્રકને અસર કરશે.

આમ થતાં સમગ્ર યુરોપના વિમાનોને ટાર્મેક પર ઉભા રહેવાની ફરજ પડી હતી. બીજી તરફ યુ.કે.માંથી થતી ઉડાનો મોટાભાગે અટકી ગઇ હતી તો આવી પહોંચેલા એરક્રાફ્ટને ગેટ માટે રાહ જોતાં છોડી દેવામાં આવ્યા હતા.

એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના જણાવ્યા અનુસાર આ સમસ્યાઓને કારણે સામાન્ય દિવસની તુલનામાં, દર કલાકે માત્ર થોડી ફ્લાઇટ્સ પર પ્રોસેસ કરવામાં આવી હતી. સોમવારે યુકે એરપોર્ટ પર 3,054 ફ્લાઇટ્સ આવવાની હતી, જે 543,000 સીટોની બરાબર છે. જ્યારે 3,049 ફ્લાઈટ્સ રવાના થનાર હતી, જે 540,000 થી વધુ સીટોની બરાબર છે.

ટ્રન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પરે જણાવ્યું હતું કે સરકાર “અસરગ્રસ્ત ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં અને મુસાફરોને સહાય કરવા માટે Nats સાથે કામ કરી રહી છે”.

વિવિધ એરલાઇન્સ માટે વિક્ષેપનું બિલ લાખોમાં આવશે. તેમણે આ નિષ્ફળતા એરલાઇન્સના નિયંત્રણની બહાર હોવાથી મુસાફરોને વળતર ચૂકવવું પડશે નહિં પરંતુ તેમણે અટવાયેલા મુસાફરોને ખોરાક અને રાત રહેવાની વ્યવસ્થા કરવી પડશે.

છેલ્લા દાયકાના સૌથી ખરાબ આઉટેજની વિગતો

  • બ્રિટિશ એરવેઝે મુસાફરોને તેમની ફ્લાઈટ્સને પછીની તારીખે વિના મૂલ્યે ખસેડવાની ઉપલબ્ધતાને આધીન મંજૂરી આપી હતી.
  • મુસાફરોને તેમની એરલાઈન્સે એરપોર્ટ પરના કોઈ પણ અપડેટ માટે ફ્લાઈટ ઈન્ફોર્મેશન બોર્ડ અને ઈમેલ ચેક કરવાની સલાહ આપી હતી.
  • ગ્રાહકોને શક્ય હોય ત્યાં વૈકલ્પિક એરલાઇન્સ પર રિબુકિંગ કરવા અને પૂછપરછમાં મદદ માટે કોલ સેન્ટરમાં વધુ સ્ટાફ મૂક્યો હતો.
  • સોમવારે લગભગ 10 લાખ મુસાફરો યુકે આવવાના હતા કે ઉડાન ભરવાના હતા. જેમને અસર થઇ હતી.
  • 2017માં મે બેંક હોલીડે વખતે કોન્ટ્રાક્ટરે ખોટા સર્વરને અનપ્લગ કરતાં બ્રિટિશ એરવેઝનો કાફલો વર્ચ્યુઅલ રીતે ગ્રાઉન્ડ થઈ ગયો હતો. જેના કારણે લાખોની કિંમતનો ખર્ચ થયો હતો
  • લિબરલ ડેમોક્રેટ્સે વડાપ્રધાનને એર ટ્રાફિક કંટ્રોલ ટેક્નિકલ ખામી અંગે ચર્ચા કરવા કોબ્રા બેઠક બોલાવવા વિનંતી કરી છે.
  • એર ટ્રાફિક કંટ્રોલ સેવા આપતું NATS વર્ષમાં 2.5 મિલિયન ફ્લાઇટ્સ અને 250 મિલિયન મુસાફરોનું સંચાલન કરે છે.
  • સોમવારની બેંક હોલીડેના દિવસે ઘણાને 12 કલાક સુધીના વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
  • હીથ્રો એરપોર્ટે મુસાફરોને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની ફ્લાઇટ કન્ફર્મ ન થાય ત્યાં સુધી તેમને એરપોર્ટ પર આવવાની ન આવે.
  • ઇઝીજેટના એક પાઇલટે મુસાફરોને કહ્યું કે તેણે 20 વર્ષમાં ઉડ્ડયનમાં ક્યારેય આટલી મોટી નિષ્ફળતાનો અનુભવ કર્યો નથી.

LEAVE A REPLY