ભારતમાં એર પેસેન્જર ટ્રાફિક ચાલુ નાણાકીય વર્ષમાં 407-418 મિલિયનની રેન્જમાં રેકોર્ડ સ્તરને સ્પર્શવાનો અંદાજ છે અને તે જ સમયગાળા દરમિયાન પસંદગીના એરપોર્ટ ઓપરેટરોની આવકમાં 15-17 ટકાનો વધારો થવાનો અંદાજ છે,
રેટિંગ એજન્સી ઇકરાએ ગુરુવારે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે પ્રી-કોવિડ સ્તરને 10 ટકા વટાવીને માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એર ટ્રાફિક 376.4 મિલિયન પર પહોંચી ગયો હતો. FY2025માં એકંદર એર ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે આશરે 8-11 ટકાની તંદુરસ્ત વૃદ્ધિ થવાની ધારણા અને તે 407-418 મિલિયન થવાની અપેક્ષા છે. લેઝર અને બિઝનેસ ટ્રાવેલ બંનેમાં મજબૂત પિક-અપ, નવા સ્થળો સાથે કનેક્ટિવિટી વગેરે જેવા પરિબળોથી એર ટ્રાફિકને વેગ મળી શકે છે.
એર ટ્રાફિકમાં વધારાની સાથે એરપોર્ટ ઓપરેટર્સની આવક માર્ચ 2025ના અંતે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે 15-17 ટકા વધવાની ધારણા છે. રીપોર્ટમાં જણાવાયું હતું કે “ભારતીય એરપોર્ટ પેસેન્જર ટ્રાફિકમાં રિકવરી અન્ય મુખ્ય વૈશ્વિક બજારોની તુલનામાં શ્રેષ્ઠ પૈકીની એક છે.2023માં વૈશ્વિક પેસેન્જર ટ્રાફિકમાં ભારતનો હિસ્સો 4.2 ટકા હતો અને પેસેન્જર ટ્રાફિકમાં તેનો હિસ્સો CY2019માં 3.8 ટકાથી સુધર્યો છે.