(ANI Photo)
એર ઇન્ડિયાએ જુલાઈથી કેટલાંક પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ શરૂ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. ભારતમાં હાલમાં સ્થાનિક રૂટ પર પ્રીમિયમ ઇકોનોમી-ક્લાસ ટ્રાવેલ ઓફર કરતી એકમાત્ર એરલાઇન વિસ્તારા છે.
એર ઇન્ડિયાએ બુધવારે ​​તેના નવા સમાવિષ્ટ નેરો-બોડી એરક્રાફ્ટ પર થ્રી-ક્લાસ કન્ફિગરેશનનું અનાવરણ કર્યું હતું. એર ઇન્ડિયાનું A320neo એરક્રાફ્ટ હવે ડોમેસ્ટિક અને શોર્ટહોલ ઇન્ટરનેશનલ રૂટ પર એક નવો બિઝનેસ, એક નવી પ્રીમિયમ ઇકોનોમી અને નવો ઇકોનોમી કેબિન અનુભવ ઓફર કરશે. કંપની ત્રણ-ક્લાસ કન્ફિગરેશનમાં બે નવા A320neo એરક્રાફ્ટને રિફિટ કર્યા છે, જેમાં બિઝનેસમાં આઠ સીટો, પ્રીમિયમ ઈકોનોમીમાં વધારાના લેગરૂમ સાથે 24 સીટો અને ઈકોનોમી કેટેગરીમાં 132 સીટો છે, જે તેના મહેમાનોને વ્યાપક પસંદગી ઓફર કરે છે. કંપનીએ તેના નેરો-બોડી એરક્રાફ્ટમાં પ્રીમિયમ ઈકોનોમી કેબિન પ્રથમ વખત રજૂ કરી છે.
એરલાઇન દિલ્હી-બેંગલુરુ-દિલ્હી અને દિલ્હી-ચંદીગઢ-દિલ્હી એમ બે રૂટ પર એરલાઇન પ્રીમિયમ ઇકોનોમી સીટ ઓફર કરશે. તે આગામી વર્ષમાં તેની સંપૂર્ણ ફુલ-સર્વિસ નેરો-બોડી ફ્લીટમાં ત્રણ-ક્લાસ કન્ફિગરેશન રજૂ કરવાની યોજના ધરાવે છે. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “એર ઈન્ડિયાના નેરો-બોડી ફ્લીટમાં થ્રી ક્લાસ કેબિન અને ઈન્ટિરિયર રિફિટની શરૂઆત  ફ્લાઈંગ અનુભવને વધારવાની સફરમાં મહત્વપૂર્ણ પગલાં છે.”

LEAVE A REPLY