અમદાવાદથી ગેટવિક સુધીની એર ઈન્ડિયાની સૌ પ્રથમ ફ્લાઇટ AI171ને તા. 28 ઓગસ્ટ 2023ના રોજ અમદાવાદ ખાતેથી ભારતના એવિશન મિનિસ્ટર દ્વારા રીમોટલી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જે તા. 28ની સાંજે લંડન ગેટવિક એરપોર્ટ પર આવી પહોંચી હતી.

ફ્લાઈટ માટેનો પ્રથમ બોર્ડિંગ પાસ શ્રી રાહુલ દેસાઈને આપવામાં આવ્યો હતો. તેઓ તથા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણભાઈ અમીન, તેમના પત્ની શ્રીમતી જનક અમીન તથા એર ઈન્ડિયાનો સ્ટાફ આ સમારોહ તથા કેક કટીંગમાં જોડાયા હતા. કેપ્ટન રૂપાલીએ ફ્લાઇટને લંડન  ગેટવિક સુધી લઇ આવ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments