એર ઇન્ડિયા દ્વારા કંપનીના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે સંજય શર્માની નિમણૂક કરી છે. તેઓ 10 જૂનથી તેમનો પદભાર સંભાળશે. સંજય શર્માની નિમણૂક કંપનીના CEO અને MD કેમ્પબેલ વિલ્સનને આધિન રહેશે. તેમની પાસે કોર્પોરેટ, નાણા, ઇન્વેસ્ટમેન્ટ્સ બેન્કિંગ અને રીઅલ એસ્ટેટ સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેમની તાતા પ્રોજેક્ટ્સ લિમિટેડમાંથી એર ઇન્ડિયામાં નિમણૂક કરવામાં આવી છે, તેઓ ત્યાં પણ CFO હતા.
તાત પ્રોજેક્ટ્સ અગાઉ પહેલાં તેઓ તાતા રીઅલ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના CFO અને ડોઇશ બેન્ક ગ્રુપમાં ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના વડા અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. એ પહેલાં તેમણે મુંબઈમાં DSP મેરિલ લિંચ લિ. અને હોંગકોંગની મેરિલ લિન્ચ એશિયા પેસેફિકમાં જુદી જુદી જવાબદારીઓ સંભાળી હતી.
સંજય શર્માએ એર ઇન્ડિયામાં વિનોદ હેજમાડીનું સ્થાન લીધું હતું, જે કંપનીના ત્રણ દાયકાથી વધુના સમયની સેવા આપીને નિવૃત્ત થયા હતા.

LEAVE A REPLY