મેડિકલ ઈમરજન્સીને કારણે સોમવારે તા. 20ના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની બોઇંગ 777-337 (ER) ફ્લાઈટને લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી. સંબંધિત મુસાફરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં, ફ્લાઇટે લંડનથી સાંજે 5 કલાકે ઉડાન ભરી હતી. તબીબી કટોકટી વિશેની વિગતો તાત્કાલિક મળી શકી નથી.