એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આવનારા દોઢેક વર્ષમાં તેના કાફલામાં 50 નવા બોઈંગ 737 મેક્સ વિમાનનો ઉમેરો કરવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ (AIX) એ એર ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની એર ઈન્ડિયા ચાર્ટર્સ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત છે એરલાઇન છે. તેની મુખ્ય ઓફિસ કેરલના કોચી શહેરમાં આવેલી છે. AIX કનેક્ટના મેનેજિંગ ડાયરેક્ટર આલોક સિંહે કર્મચારીઓને આ વાત જણાવી હતી. એરલાઈનના કાફલામાં નવા 50 બોઈંગ વિમાન ઉમેરાવાના કારણે તે નવા સ્થળોએ વિમાન સેવા શરૂ કરી શકશે અને અત્યારના રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારી શકશે. આ એરલાઈનમાં તાલીમના વિવિધ તબક્કા હેઠળ 800થી વધારે એરક્રૂ તથા અન્ય ઓપરેશનલ કર્મચારીઓ કાર્યરત છે.