ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ્સ રદ થવાના કારણે વિવાદમાં રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસના કેબિન સ્ટાફે હડતાલ પરત લેવાનો નિર્ણય લીધો છે. તાતા ગ્રુપની એરલાઇને કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપ્યા પછી કેબિન ક્રુએ કામ પર પરત ફરવાની તૈયારી દર્શાવી હતી. એરલાઇને 25 કર્મચારીઓ નોકરીમાંથી કરેલી હકાલપટ્ટીને પણ રદ્ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.
હડતાલનો અંત આવતા મોટી સંખ્યામાં હવાઇ મુસાફરોની સમસ્યાઓ પૂર્ણ થશે. એરલાઇન અને સ્ટાફ વચ્ચેના વિવાદને કારણ ગત મંગળવાર રાતથી કેબિન ક્રુ ગેરવહીવટના વિરોધમાં સામૂહિક રીતે બીમારીની રજા પર ઉતરી ગયો હતો. વિવાદ વકરતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. એરલાઇને પ્રવાસીઓને થયેલી હેરાનગતિ અંગે માફી માગી હતી અને રીફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગની ખાતરી આપી હતી.

LEAVE A REPLY