નોર્થ અમેરિકામાં 5Gની ચિંતાને પગલે એર ઇન્ડિયાએ બુધવાર (19 જાન્યુઆરી) ભારત-અમેરિકા રૂટની આઠ ફ્લાઇટ કેન્સલ કરી છે્. એર ઇન્ડિયા ન્યૂ યોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, નેવાર્ક સહિતના શહેરોની ફ્લાઇટ રદ કરી છે. આ આઠ ફ્લાઇટમાં દિલ્હી-ન્યૂ યોર્ક, ન્યૂ યોર્ક-દિલ્હી, દિલ્હી-શિકાગો, શિકાગો-દિલ્હી, દિલ્હી સાન ફ્રાન્સિસ્કો, સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી, દિલ્હી-નેવાર્ક અને નેવાર્ક-દિલ્હીનો સમાવેશ થાય છે.

ભારતની એરલાઇન્સ નિયમનકારી સંસ્થા ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે ભારતની નિયમનકારી સંસ્થા અમેરિકામાં 5G ઇન્ટરનેટના અમલને કારણે ઊભી થયેલી સ્થિતિનો ઉકેલ લાવવા માટે એરલાઇન્સ કંપનીઓ સાથે સંપર્કમાં છે. હાલમાં કુલ ત્રણ એરલાઇ્સ ભારત અને અમેરિકા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરે છે. બીજી એરલાઇન્સમાં અમેરિકન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સનો સમાવેશ થાય છે.