Vistara will be merged with Tata Air India by March 2024
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારની માલિકીની દેવાના ડુંગર હેઠળની એરલાઇન એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઇસજેટના પ્રમોટર અજયસિંહે ફાઇનાન્શિયલ બિડ કર્યા છે. આમ હવે સરકારી એરલાઇનનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ટાટા સન્સે તેની 100 ટકા માલિકીની કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ મારફત બિડ કરી છે, જ્યારે અજયસિંહે કેટલાંક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સના સપોર્ટ સાથે વ્યક્તિગત ક્ષમતાએ બિડ કરી છે.

ખાનગીકરણ પ્રક્રિયાના ભાગરૂપે માટે આ ફાઇનાન્શિયલ બિડ મંગાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે, એમ ગુરુવારે સરકારે જણાવ્યું હતું. એર ઇન્ડિયાને ખરીદવા ટાટા ગ્રૂપ સહિતની કંપનીઓએ ફાઇનાન્શિયલ બિડ્સ કર્યા છે. જોકે સરકારે બિડર્સના નામ જાહેર કર્યા ન હતા.

ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ એર ઇન્ડિયા માટે બિડ કરી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનસાર સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહે પણ ફાઇનાન્શિયલ બિડ્સ કરી હોવાની શક્યતા છે.

કેન્દ્ર સરકારે ફાઇનાન્શિયલ બિડ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નિર્ધારિત કરી હતી. સરકાર 2018માં એર ઇન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારે આ વખતે એર ઇન્ડિયાના વેચાણમાં સફળતા મળી શકે છે. એર ઇન્ડિયાના માથે રૂા.43,000 કરોડનું દેવું છે. આમાંથી આશરે રૂા.22,000 કરોડનું દેવુ એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડમાં ટ્રાન્સફર કરાયું છે. કેન્દ્ર સરકાર આ એર લાઇન અને તેની લો કોસ્ટ પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસનો 100 ટકા હિસ્સો વેચવા માગે છે.