પ્રતિકાત્મક તસવીર (istockphoto)
કેનેડાની સૌથી મોટી એરલાઇન, એર કેનેડાએ સોમવારે ભારતમાં તેના ફ્લાઇટ નેટવર્કના વિસ્તરણની જાહેરાત કરી હતી. એરલાઇન આગામી શિયાળાની 2024-25 સીઝન માટે ઓક્ટોબરના અંત ભાગથી બેઠક ક્ષમતામાં 40 ટકાનો વધારો કરશે.
એરલાઇને જણાવ્યું હતું કે તે આ શિયાળામાં દર અઠવાડિયે કેનેડાથી ભારત સુધીની પ્રત્યેક 7,400 બેઠકો સાથે 25 સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જેમાં 11 સાપ્તાહિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. તેમાં ટોરોન્ટોથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ્સ, મોન્ટ્રીયલથી દિલ્હીની દૈનિક ફ્લાઈટ્સ અને વાયા લંડન હિથ્રો થઈને પશ્ચિમ કેનેડાથી દિલ્હીની દૈનિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. નવી સર્વિસમાં કેનેડા-મુંબઈની માત્ર નોન સ્ટોપ ફ્લાઇટનો સમાવેશ થાય છે.
લંડનના હીથ્રો એરપોર્ટ મારફતની નવી દૈનિક ફ્લાઈટ્સ અને મોન્ટ્રીયલથી દિલ્હીની દૈનિક ફ્લાઈટ્સના પ્રારંભ સાથે પશ્ચિમ કેનેડાથી દિલ્હી સુધીની વિમાન સેવામાં સુધારો થશે. કેનેડામાં ભારતીય ડાયસ્પોરાની સંખ્યા લગભગ 1.8 મિલિયન છે.

LEAVE A REPLY