લંડનમાં યોજાયેલી વાર્ષિક કોમનવેલ્થ ડિબેટ ઓન સ્પોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ભારતીય મૂળના બે સ્પોર્ટ્સ ટેક ઈનોવેટર્સ વિવિધ એકેડેમિક્સ અને અન્ય નિષ્ણાતો સાથે જોડાયા હતા અને તેમણે તારણ કાઢ્યું હતું કે રમતગમતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) નો ઉપયોગ કરીને યુએન ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરી શકાય છે.
સ્પોર્ટ્સ ટેકએક્સના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રોહન મલ્હોત્રા અને ટેક સોશિયલ એન્ટરપ્રાઈઝ અપશોટના સ્થાપક અને સીઈઓ પ્રીતિ શેટ્ટી તા. 6 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ પ્રસંગે આ ચર્ચામાં જોડાયા હતા.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે “AI એ એક શક્તિશાળી સાધન છે, પરંતુ SDG ધ્યેયોની સિદ્ધિમાં આપણને અવરોધ ન આવે તે માટે આપણે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવું જોઈએ.
બ્રેન્ટફર્ડ ફૂટબોલ ક્લબ, પ્રીમિયર લીગની ટીમના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપતા શેટ્ટીએ એઆઈ કેવી રીતે લિંગ અસમાનતાના તફાવતને વધુ ઝડપથી બંધ કરે છે તે વિશે વાત કરી હતી. કારણ કે તે અસમાનતાને ઓળખવા અને અસમાનતાને પ્રકાશિત કરવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે, જે રમતગમતમાં નિષ્પક્ષતામાં વધારો કરશે અને શાંતિને પ્રોત્સાહન આપશે.
આ ચર્ચાનો ઉદ્દેશ્ય રમતની દુનિયામાં AI ની તકો અને જોખમો વિશે ઉત્સાહપૂર્ણ વાર્તાલાપને પ્રોત્સાહિત કરવાનો હતો અને કેવી રીતે AI-ની આગેવાની હેઠળના ઉકેલો આરોગ્ય, શિક્ષણમાં સામાજિક વિકાસને અસર કરી શકે છે તેને સંબોધવાનો હતો.
આ પ્રસંગે કોમનવેલ્થના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ ડૉ. અર્જૂન સુદ્ધુએ પ્રસંગીક પ્રવચન કર્યું હતું.