સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ પતંગબાજી શરુ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહેરના ખોખરા વિસ્તારમાં પતંગ ઉડાવીને તહેવારની ઉજવણી કરી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે.
મુખ્યપ્રધાનની સાથે સાથે અનેક નેતાઓએ આજે પતંગની મજા માણી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત શહેરના ગોમતીપુર, દાણીલીમડા, સરસપુર, નરોડા, રામોલ, ગુજરાત વિદ્યાપીઠ વિસ્તારોમાં CAA,NRC અને NPRના વિરોધમાં લખેલા સ્લોગન સાથેના પતંગ આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા હતા. અમદાવાદમાં સવારથી જ સારો પવન રહેતા આકાશમાં રંગબેરંગી પતંગો ચગવા લાગ્યા છે.
