ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ તેની ટીમનું નામ ‘ગુજરાત ટાઈટન્સ’ રાખ્યું છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે અમદાવાદની ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખવામાં આવ્યું છે. ઈન્ડિયન પ્રિમિયર લિગમાં બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ સામેલ થઈ છે.
અમદાવાદ ટીમના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અમે ગુજરાત માટે આ ટીમ મારફત મહાન સિધ્ધિઓ હાંસલ કરવા માંગીએ છે, જેથી ગુજરાતના ક્રિકેટ ચાહકોને ખુશ કરી શકાય.અમારુ ધ્યેય આઈપીએલની સૌથી પ્રેરણાદાયક અને સમાવેશી ટીમ બનવાનુ છે. જેનાથી અમને લાંબા ગાળાની સફળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
મેનેજમેન્ટે કહ્યું હતું કે, અમને આશા છે કે, આગામી હરાજીમાં અમે શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશન સાબિત થઈ શકે તેવા ખેલાડીની પસંદગી કરી શકીશું.ગુજરાત ટાઈટન ટીમ ગુજરાતના લોકોના સપોર્ટથી પોતાની મુસાફરીનો પ્રારંભ કરવાની અપેક્ષા રાખી રહી છે.
ગુજરાત ટાઈટન ટીમ હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા રશીદ ખાનને 15 કરોડ રુપિયા અને શુભમન ગીલને આઠ કરોડ રુપિયામાં ખરીદી ચુકી છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન ટીમનો કેપ્ટન છે..ગેરી કર્સ્ટર્નને ટીમે બેટિંગ કોચ અને આશીષ નહેરાને હેડ કોચ તરીકે નિમણૂંક અપાઈ છે. ગુજરાત ટાઈટન્સે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ બનાવી દીધું છે. જેની પહેલી પોસ્ટ શેર કરી ‘શુભારંભ’ લખ્યું છે.