
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી ફેબ્રુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. ત્યારે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામનાં કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારે ટ્રમ્પની ગુજરાત મુલાકાતથી ગુજરાતીઓને ફાયદો થશે. હાલ તેને લઈને તૈયારી ચાલી રહી છે. અમેરિકન એમ્બેસીને અમદાવાદમાં શરૂ કરવામાં આવશે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતમાં અમેરિકન એમ્બેસીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ, ગુજરાતીઓને અમેરિકાના વિઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે, ગુજરાતમાં અમેરિકાની એમ્બેસી ન હોવાથી આ હેરાનગતિ થતી હોય છે ત્યારે અમદાવાદમાં એમ્બેસી ખુલવાથી ગુજરાતીઓને મોટો લાભ થશે.
