કાશ્મીર ખીણમાં જી-૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક પહેલા બારામૂલા જિલ્લાના ગુલમર્ગમાં પર્યટક મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ પ્રસિદ્ધ સ્કી-રિસોર્ટમાં છેલ્લા બે મહિનામાં ૨.૫ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. ખીણમાં ૨૨ મેથી યોજાનાર જી-૨૦ દેશોની ત્રણ દિવસીય ટુરિઝ્મ વર્કિંગ ગ્રુપની બેઠકથી પહેલા શહેરને વ્યાપક રીતે શણગારવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે, પરંતુ જી-૨૦ પ્રતિનિધિઓને ઉત્તર કાશ્મીર રિસોર્ટની મુલાકાત લે તેવી શક્યતા છે.
ગુલમર્ગમાં વર્ષના ચાર મહિનામાં ૪,૪૩,૮૪૭ પ્રવાસી આવ્યા છે. તેમાં ૪૨૧૮ વિદેશી, ૭૨૪૨૬ સ્થાનિક અને ૩૬૭૨૦૩ સ્થાનિક પ્રવાસીઓ છે. પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ ગુલમર્ગ ગોંડોલા છે. આ એશિયાનો સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્ટ છે. આ વર્ષના આરંભથી ફક્ત કેબલ કાર પ્રોજેક્ટની લગભગ ચાર લાખ પ્રવાસીએ મુલાકાત લીધી છે. સત્તાવાર આંકડા અનુસાર ૧લી જાન્યુઆરી-૨૦૨૩થી ૧૭ મે સુધી આશરે 4 લાખ લોકો ગોંડાલાની મજા લઈ ચૂક્યા છે. ગુલમર્ગ ગોડાલ કાર પ્રોજેક્ટે ગત વર્ષ ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.