Emergency landing of Moscow-Goa flight in Jamnagar due to bomb threat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વર્ષ 2023માં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એરલાઇન્સો સામેની 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે, વર્ષ 2022માં 305 ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે 2023ની સૌથી વધુ ફરિયાદો પરથી એરલાઈન્સ કંપનીઓની બેદરકારી વધી હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે.

DGCAએ કહ્યું કે, એરલાઈન્સ ઉદ્યોગમાં સુરક્ષા નિયમો સૌથી ઉપર છે, તેમાં કોઈપણ પ્રકારની સમજુતી ન કરી શકાય. સુરક્ષા વધારવાના હેતુથી ડીજીસીએએ 2023માં કુલ 542 ફરિયાદોમાં કાર્યવાહી કરી છે, જ્યારે 2022માં 305 ફરિયાદોમાં કાર્યવાહી કરાઈ હતી. વધુ કડક સુરક્ષા બનાવવાના હેતુથી એરલાઈન્સ, એયરોડ્રમ, ઑપરેટરો, સંસ્થાઓ અને કર્મચારીઓ પર દેખરેખ કામગીરી વધુ કડક બનાવાઈ છે.

તેમણે જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંધન કરનાર કર્મચારીઓ, એરલાઈન્સ અને અન્ય ઑપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીસીએએ 2023માં કરેલી મોટી કાર્યવાહીમાં એર ઈન્ડિયાની મંજૂર તાલીમ સંસ્થાનું સસ્પેન્શન, નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે એર એશિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટને નાણાંકીય દંડ સહિતની બાબતો સામેલ છે. ઉપરાંત ભુલ કરનારા પાયલોટ અને કેબિન ક્રૂ મેમ્બર્સ, એટીસીઓ, એરપોર્ટ સંચાલકો સહિતનાઓ સામે કાર્યવાહી કરાઈ હતી.

LEAVE A REPLY