ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 1 પહેલી જૂને અમદાવાદ ખાતેના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં પૂજા અને આરતી કરી હતી. આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ મુખ્યપ્રધાન ભગવાન જગન્નાથની તસવીર આપીને તેમનું સન્માન કર્યું હતું.
મુખ્યપ્રધાન ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ‘સંપર્ક થી સમર્થન’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના સુપ્રસિધ્ધ શ્રી જગન્નાથજી મંદિરે દર્શન તથા પૂજા કરી મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથે મુલાકાત કરીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૯ વર્ષની સાફલ્યગાથાની પુસ્તિકા અર્પણ કરી હતી.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂરા થયા છે ત્યારે ભાજપે દેશભરમાં જનસંપર્ક અભિયાન ચાલુ કર્યું છે. તેના ભાગરૂપે ગુજરાત ભાજપે પણ કવાયત કરી હતી. મુખ્યપ્રધાને ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરીને ટ્રસ્ટીને નવ વર્ષ પૂર્ણ થયાની એક પુસ્તિકા પણ આપી હતી.