કોરોના વાઇરસને લઈને વિશ્વ બેંકે મોટી ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે, કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટી મંદી આવશે. અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્તમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
વિશ્વ બેંકના પ્રેસિડન્ટ ડેવિડ મલપાસના જણાવ્યા મુજબ, 1870 બાદ આ પ્રથમ વખત જ્યારે મહામારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 બાદ અત્યાર સુધી 14 વખત મોટી વખત મંદી આવી છે. આ મંદી 1876, 1885, 1983, 1908, 1914, 1917-21, 1930-32,1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020માં આવી છે.
વિશ્વ બેંકે અંદાજ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થામાં 3.2 ટકાનો ઘટાડો નોંધાશે. રિપોર્ટ મુજબ, પ્રતિ વ્યક્તિ આવકમાં પણ 3.6 ટકાનો ઘટાડો આવે તેની આશંકા છે. આને કારણે કોરોડો લોકો ગરીબીમાં ધકેલાશે. તેવા દેશોમાં ગરીબીની માર સૌથી વધારે જોવા મળશે જે પર્યટન અને નિકાસ પર વધારે નિર્ભર છે અને જ્યાાં કોરોના વાઇરસ સૌથી વધારે ફેલાયો.