(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડીયોએ બોલિવૂડને ચોંકાવી દીધાના થોડા દિવસો પછી આગામી ફિલ્મ ‘ટાઈગર 3’માંથી કેટરિના કૈફની ડિજિટલ રીતે બદલાયેલી અથવા ડીપફેક ઇમેજ સોશિયલ મીડિયામાં વાયરલ બની હતી.

મૂળ તસ્વીરમાં બોલિવૂડ સ્ટાર ટુવાલ પહેરીને કેટરિના હોલીવુડની સ્ટંટવુમન સામે લડી રહી છે. જો કે, હવે વાયરલ થયેલા એડિટેડ વર્ઝનમાં કેટરિના કૈફ ટુવાલને બદલે લો-કટ સફેદ ટોપ અને મેચિંગ બોટમ પહેરેલી જોઈ શકાય છે. આર્ટિફિશયલ ઇન્ટેજન્સ અથવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને ઇમેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીથી વીડિયો અને ચિત્રોમાં વ્યક્તિઓના ચહેરાને અદલાબદલી કરી શકાય છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે કેટરિના કૈફની ડીપફેક તસવીર પર સખત પ્રતિક્રિયા આપી હતી. એક યુઝર્સે જણાવ્યું હતું કે ટાઈગર 3ના કેટરિના કૈફના ટુવાલ દ્રશ્યને મોર્ફ કરવામાં આવ્યો છે. ડીપફેક ચિત્ર ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે અને તે ખરેખર શરમજનક છે. AI એક મહાન સાધન છે પરંતુ મહિલાઓને મોર્ફ કરવા તેનો ઉપયોગ સીધો ફોજદારી ગુનો છે.

અગાઉ બોલિવૂડ અભિનેત્રી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના એક ડીપ ફેક વીડિયોથી ચકચાર મચી હતી. તેનાથી ભારતના આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ખોટી માહિતી સામે લડવા માટે તેમની કાનૂની જવાબદારીઓની યાદ અપાવી હતી. રશ્મિકાના વાયરલ થયેલા આ વીડિયોમાં કથિત રીતે રશ્મિકા એકદમ બોલ્ડ અંદાજમાં એક લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે.

મોટા ભાગના લોકોને રશ્મિકાનો આ અંદાજ જોઈને આશ્ચર્ય થયું હતું. પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. વીડિયોમાં મૂળ રીતે બ્રિટિશ ઇન્ડિયન ઇન્ફ્લએન્સર ઝારા પટેલને દર્શાવવામાં આવી હતી. પરંતુ તેનો ચહેરો બદલીને રશ્મિકા મંદાનાનો મૂકવામાં આવ્યો હતો. કથિત વીડિયો ક્લિપમાં જે છોકરી જોવા મળે છે તે રશ્મિકા નહીં પણ ઝારા પટેલ છે. ઝારાના બોડીનું સ્ટ્રક્ચર રશ્મિકાને મળતું આવે છે તેથી કોઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લઈને ઝારા પટેલના ચહેરા પર રશ્મિકાનો ચહેરો લગાવી દીધો છે. આ ઘટનાથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચિંતા ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિના ગમે તેવા ફોટો કે વીડિયો બનાવી શકાય છે.અમિતાભ બચ્ચન આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

 

LEAVE A REPLY