ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હેક કરી શકાતા હોવાની ટીપ્પણી કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા નેતા અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ઇવીએમની વિશ્વસનીયતા અંગે નવેસરથી સવાલ કરતા વિવાદ છેડાયો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં EVM એક “બ્લેક બોક્સ” છે, જેની કોઇ તપાસ કરી શકતું નથી. દેશની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસના સાથી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતાં અને માગણી કરી હતી કે ભવિષ્યની તમામ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા જ યોજવી જોઈએ.
રાહુલ ગાંધીએ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી શરમનજક બને છે અને છેતરપિંડીનો શિકાર બને છે. તેમણે મીડિયાના એક અહેવાલને ટેગ કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે મુંબઈની ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી 48 મતોથી ચૂંટણી જીતનાર શિવસેનાના ઉમેદવારના સંબંધી પાસે એક ફોન હતો, જે ઈવીએમને અનલોક કરે છે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કની એક પોસ્ટને પણ ટેગ કરી જેમાં તેમણે ઈવીએમને નાબૂદ કરવાની વાત કરી હતી.
મસ્કે તાજેતરની પોસ્ટમાં કહ્યું હતું હતું કે આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નાબૂદ કરવા જોઈએ. માણસો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહે છે. જોકે મસ્કની EVMની ટીકાનો જવાબ આપતાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે અબજોપતિ ઉદ્યોગપતિનો દૃષ્ટિકોણ યુએસ અને અન્ય સ્થળોએ લાગુ થઈ શકે છે જ્યાં તેઓ “ઇન્ટરનેટ કનેક્ટેડ વોટિંગ મશીન” બનાવવા માટે નિયમિત કમ્પ્યુટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પરંતુ ભારતીય ઇવીએમ કોઈપણ નેટવર્ક વગરના સુરક્ષિત અને અલગ છે. તેમાં કોઈ કનેક્ટિવિટી, કોઈ બ્લૂટૂથ, વાઈફાઈ, ઈન્ટરનેટ નથી. તે ફેક્ટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલર્સ છે જેને ફરીથી પ્રોગ્રામ કરી શકાતા નથી,