REUTERS/Francis Mascarenhas

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા બધા જ 41 મજૂરોને 17 દિવસની ભારે જહેમત પછી આખરે મંગળવારે મોડી સાંજે બચાવી લેવાયા હતા. જો કે, એ પહેલા છેલ્લા ત્રણ-ચાર દિવસનો ઘટનાક્રમ ઉતાર-ચડાવ ભર્યો અને ચિંતાજનક રહ્યો હતો.

શ્રમિકોને લાંબા અને જટિલ રેક્સ્યુ ઓપરેશન પછી રેસ્ક્યુ પાઇપ મારફત એક પછી એક બહાર કાઢવામાં આવ્યાં હતાં. શ્રમિકો 12 નવેમ્બરે 4.5-કિમી (3-માઇલ) લાંબી ટનલમાં ફસાયાં હતાં અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકન ઓગર મશીન સહિતની હેવી ઇક્વિપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણોતોની મદદ લેવામાં આવી હતી. ઓગર મશીન સહિતના હેવી ઇક્વિપમેન્ટ નિષ્ફળ રહ્યાં હતા અને આખરે સોમવારે મેન્યુઅલ ડ્રિલિંગ માટે રેટ માઇનર્સને કામે લગાડવામાં આવ્યાં હતાં અને તેમને મોટી સફળતા મળી હતી.

અગાઉ અમેરિકન ઓગર મશીન ડ્રિલિંગ કરતી વખતે ટનલના કાટમાળમાં ફસાઈ ગયું હતું. એસ્કેપ પાઇપ નાંખવામાં આવ્યા પછી નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના કર્મચારીઓ કામદારો સુધી પહોંચ્યાં હતા અને તેમને કેવી રીતે બહાર કાઢવામાં આવશે તે સમજાવ્યું હતું. અઢી ફૂટ પહોળી આ એસ્કેપ પાઈપમાંથી એક પછી બીજા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યાં હતા.

શ્રમિકોને ટનલમાંથી બહાર લાવવામાં આવ્યા બાદ તાકીદે મેડિકલ સારવાર માટે 41 એમ્બ્યુલન્સ ટનલની બહાર તૈયાર રાખવામાં આવી હતી. એમ્બ્લ્યુસન્સ મારફત શ્રમિકોને  41 પથારીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ 4.5 કિમી-ટનલ સરકારના મહત્વાકાંક્ષી ચાર ધામ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડમાં ચાર અગ્રણી હિન્દુ ધર્મસ્થળો – બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી વચ્ચે ઓલવેધર કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.

12 નવેમ્બર 2023ના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો. કાટમાળ લગભગ 60 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને ટનલમાંથી બહાર આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો

LEAVE A REPLY