Sonia Gandhi and Rahul Gandhi
(ANI Photo/ Congress)

રાહુલ ગાંધી ચૂંટણી લડવાના ન હોવાથી કોંગ્રેસની કમાન 24 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતાને મળશે તે નિશ્ચિત લાગે છે. 1998માં સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં હતા. 2017માં રાહુલ  કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, પરંતુ 2019માં આ હોદ્દો છોડી દીધો હતો. 2019 પછી સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે. તેઓ આરોગ્યના કારણોસર અધ્યક્ષ બનવાનો ઇનકાર કરી રહ્યાં  

હાલમાં કોંગ્રેસના અધ્યપદ માટેની ચૂંટણીની ગતિવિધિ તેજ બની છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ નહીં બને તેવા પક્ષના નેતા જયરામ રમેશે સ્પષ્ટ સંકેત આપ્યાં છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત નવી દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા હતા અને પાર્ટીમાં આ સર્વોચ્ચ પદની ચૂંટણીમાં ઊભા રહેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. બીજી તરફ શશિ થરૂર પણ આ હોદ્દા માટે મેદાનમાં હોવાના અગાઉ સંકેત આપી ચુક્યા છે. 

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત સોનિયા ગાંધી સાથે મુલાકાત માટે દિલ્હી આવ્યા હતા. બીજી તરફ સાંસદ શશિ થરૂર સવારે કોંગ્રેસ મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા અને સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી સાથે મુલાકાત લીધી હતી. પાર્ટીના આ બંને નેતા અધ્યપક્ષ માટેની ચૂંટણી લડી શકે છે.   

બુધવારે ગેહલોતે જણાવ્યું હતું કે જો પાર્ટી ઇચ્છતી હશે તો તેઓ ઉમેદવારી કરશે અને તેમને આપવામાં આવેલી જવાબદારી અદા કરશે. જોકે આની સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ કોચી જશે અને રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનવા માટે સમજાવાના છેલ્લી ઘડીના પ્રયાસ કરશે. જયપુરથી દિલ્હી આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ મજબૂત થાય તેવો તેઓ નિર્ણય કરશે. પાર્ટી અને હાઇકમાન્ડે મને તમામ આપ્યું છે. મારા માટે હોદ્દો મહત્ત્વનો છે. મને આપવામાં આવેલી કોઇપણ જવાબદારી હું પૂરી કરીશે. 

  

LEAVE A REPLY