Tata group company will bring an IPO
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપની કંપનીનો 18 વર્ષ પછી આઇપીઓ આવશે. ટાટા ટેક્નોલોજિસે આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે અને આ માટે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે. છેલ્લે 2004માં આઇટી કંપની TCSનો આઈપીઓ આવ્યો હતો.

આ ઓફર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે અને તેના દ્વારા હાલના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ 9.57 કરોડ શેરનું વેચાણ કરશે. આ ઈશ્યૂ દ્વારા ટાટા મોટર્સ 8.11 કરોડ શેર, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.2 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ પોતાના 48.6 લાખ ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. ટાટા ટેકમાં ટાટા મોટર્સ 74.69 ટકા, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 3.63 ટકા હિસ્સો ધરાવે છે.

ટાટા ટેકનોલોજિસ ઈન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી, એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝને એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ આપે છે. આ કંપની અમેરિકા, ભારત, ચીન, જાપાન, સિંગાપોરમાં 18 ડિલિવરી સેન્ટર ધરાવે છે. ટાટા ટેક્નોલોજીનો બિઝનેસ મુખ્યત્વે ટાટા ગ્રૂપ પર આધારિત છે. તેને સૌથી વધારે બિઝનેસ ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર પાસેથી મળે છે.

LEAVE A REPLY