દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોન નામના કોરોનાના નવા વેરિયન્ટથી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકા, યુરોપ, બ્રિટન સહિતના 18 દેશોએ આફ્રિકાના દેશોમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને સાવધ રહેવાની તાકીદ કરી છે. આ સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા શનિવાર, 27 નવેમ્બરે યોજાયેલી એક સર્વગ્રાહી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ નિયંત્રણો હળવા કરવાની યોજનાની ફેરવિચારણા કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.
મોદીએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સમાંથી જિનોમ સિકવન્સિંગ સેમ્પલ એકઠા કરવાની અને ટેસ્ટિગની તાકીદ કરી હતી. બેઠકમાં ટોચના આરોગ્ય અધિકારીઓએ નવા વેરિયન્ટ અંગે મોદીને માહિતગાર કર્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો છે. આ વેરિયન્ટની ભારત પરની અસર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, એમ વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાની સમિતિએ કોરોના નવા વેરિયન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે અને તેને ઝડપથી ફેલાવતા ચિંતાજનક વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિયન્ટને પણ આવી કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો.
આશરે બે કલાક ચાલેલી બેઠકમાં વડાપ્રધાનને નવા વેરિયન્ટની વચ્ચે અગાઉથી પગલાં લેવાની તાકીદ કરી હતી. તેમણે લોકોનો પણ સાવધ રહેવાની તથા માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ જેવા યોગ્ય પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનને તમામ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સની દેખરેખ રાખવાની તથા જોખમ હેઠળના દેશો પર ખાસ ફોકસ સાથે ગાઇડલાઇન મુજબ ટેસ્ટિંગ કરવાની બાબત પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાનને નવા વેરિયન્ટના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ નિયંત્રણો હળવા કરવાની યોજનાની સમીક્ષા કરવાની અધિકારીઓને તાકીદ કરી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 15 ડિસેમ્બરથી રાબેતા મુજબની શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફી ચાલુ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ મોદીએ આ તાકીદ કરી છે.
આ બેઠક બાદ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોરોના અને વેક્સિનેશન સંબંધિત સ્થિતિની સમીક્ષા કરી છે. નવા વેરિયન્ટના સંદર્ભમાં અમે તેને અંકુશમાં લેવા પર ફોકસ સાથે સાવધ છીએ અને બીજા ડોઝના કવરેજમાં વધારોને સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. પીએમઓના નિવેદનમાં જણાવાયું હતું કે વડાપ્રધાનને દેશભરમાં સિકવન્સિંગના પ્રયાસો અને દેશમાં ફેલાવતા વેરિયન્ટની પણ માહિતી આપવામાં આવી હતી. મોદીએ નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર્સ અને સમાજમાંથી જિનોમ સિકવન્સિંગ સેમ્પલ એકઠા કરવાની ઇન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કોન્સોર્ટિયમ (INSACOG) હેઠળ સ્થાપિત લેબમાં ટેસ્ટિગ કરવાની અને અર્લી વોર્નિંગ સિગ્નલ આપવાની તાકીદ કરી હતી.