India now has the largest share of ICC earnings
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ભારત સામેની આગામી શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ટીમની મેજબાની કરશે. બંને ટીમો વચ્ચે 5 ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. આ શ્રેણી માટે બોર્ડે તેની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

9 જૂનથી 19 જૂન સુધી રમાનારી આ સિરીઝ માટે ઝડપી બોલર એનરિચ નાર્ખિયા દક્ષિણ આફ્રિકાની ટીમમાં પરત ફર્યો છે. જ્યારે ડોમેસ્ટિક મેચોમાં સારો દેખાવ કરનાર ટ્રિસ્ટન સ્ટબ્સને પ્રથમ વખત ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. બીજી ટી20 મેચ 12 જૂને કટકમાં રમાવાની છે. 14મીએ યોજાનારી ત્રીજી મેચની યજમાનીની જવાબદારી વાઇજેકને સોંપવામાં આવી છે. ચોથી મેચ 17 જૂને રાજકોટમાં જ્યારે છેલ્લી મેચ 19 જૂને રમાશે.

તેમ્બા બાવુમા ટીમના કેપ્ટન હશે. આ સાથે રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેન પણ ટીમમાં પરત ફર્યા છે. ટીમમાં સામેલ થયેલા મોટાભાગના ખેલાડીઓ હાલમાં ભારતમાં છે અને અલગ-અલગ ટીમોમાંથી આઇપીએલ રમી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ

​​​​​​​
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિચ નાર્ખિયા, વાન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, માર્કો યાનસેન.