પોતાનો દેશ અફઘાનિસ્તાન છોડવાનું પીડાદાયક હતું, એમ 15 વર્ષીય સારાહે જણાવ્યું હતું. જોકે હવેતે પોર્ટુગલમાં સુરક્ષિત છે અને ફૂટબોલ ખેલાડી તરીકેનું સપનું પૂરી કરવાની તથા પોતાના આઇડોલ સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનેમળવાને આશા છે.
સારાહ પણ તાલિબાન કટ્ટરવાદીઓના ભયને કારણે દેશ છોડીને ગયેલી અફઘાનિસ્તાન નેશનલ વુમેન યુથ સોકર ટીમમાં સામેલ છે. પોર્ટુગલ આ યુવાન ફુટબોલર્સને આશ્રય આપ્યો છે. ચહેરા પર હાસ્ય સાથે સારાહે જણાવ્યું હતું કે હું આઝાદ છું. મારું સપનું રોનાલ્ડો જેવા સારા ખેલાડી બનવાનું છે. હું અહીં પોર્ટુગલમાં મોટી બિઝનેસ વુમેન બનવા માગું છે.
સારાને કોઇના કોઇ દિવસે વતન પાછા જવાની આશા છે. પરંતુ જો મુક્ત રીતે જીવી શકતી હોય તો જ પાછા જવા માગે છે. જોકે સારાને અફઘાનિસ્તાનમાં પરત જઈ શકે તેવી સ્થિતિ બને તેવી ઓછી આશા છે. તાલિબાન નેતાઓએ મહિલાઓનું સન્માન કરવાનું વચન આપ્યું છે, પરંતુ તેમની પ્રથમ સરકારમાં મહિલાઓ નોકરી કરી શકશે નહીં અને યુવતીઓ સ્કૂલમાં નહીં જઈ શકે છે. મહિલાઓએ ઘરની બહાર જતી વખતે બુરખો પહેરવો પડશે.
તાલિબાનના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાઓને સ્પોર્ટસની પરવાનગી મળશે નહીં, કારણ તે જરૂરી નથી અને તેના તેમના શરીરનું પ્રદર્શન થઈ શકે છે. અફઘાનિસ્તાની વુમેન સિનિર નેશનલ ટીમના કેપ્ટન ફરખુન્દા મુહતાજે જણાવ્યું હતું કે આ કારણોસર હમે ટીમને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાનું મિશન ચાલુ કર્યું હતું, જેથી ખેલાડીઓ સ્પોર્ટસમાં તેમની મહત્ત્વકાંક્ષા પૂરી કરી શકે છે.