અફઘાનિસ્તાનમાં નોકરી કરવા બદલ તાલિબાને એક મહિલાની આંખો ફોડી નાંખી

0
441

અફઘાનિસ્તાન તાલિબાની આતંકીઓએ 33 વર્ષની મહિલા પોલીસ અધિકારીને નોકરી કરવા બદલ તેની આંખો ચાકુ મારીને ફોડી નાંખી હતી અને બાદમાં તેને ગોળી મારી દીધી હતી. જોકે આસપાસના લોકોએ મહિલાને સમયસર હોસ્પિટલમાં પહોંચાડતા તેનો જીવ બચી ગયો છે.

આ મહિલા ગજની પ્રાંતના પોલીસ મથકમાં નોકરી કરતી હતી. ત્રણ મહિના પહેલા જ ક્રાઈમ બ્રાન્ચમાં તેની નિમણૂંક કરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે મને મારુ સપનુ જીવવા માટે ત્રણ જ મહિનાનો સમય મળ્યો તે વાતનું દુઃખ છે.

તાલિબાનના અત્યાચારનો ભોગ બનેલી મહિલા પોલીસ અધિકારીનુ કહેવું છે કે, મારા પિતા મારી નોકરીના વિરોધમાં હતા. હું નોકરી પર જતી ત્યારે મારા પિતા મારી પાછળ આવતા હતા અને સ્થાનિક તાલિબાનો તેમનો સંપર્ક કરીને મને નોકરી પર આવતા રોકવા માટે કહ્યું હતું. ગઝની પ્રાંતના પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે મહિલા અધિકારી પર હુમલા પાછળ તાલિબાનનો હાથ છે અને તેના પિતાને પણ કાવતરુ રચવા બદલ પકડવામાં આવ્યા છે. જોકે તાલિબાને આ ઘટનામાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કરીને સમગ્ર ઘટનાને પારિવારિક મામલો ગણાવી છે.