અફધાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત ઘોનમાં પોલીસ હેડક્વાર્ટરને નિશાન બનાવીને રવિવારે કરાયેલા કાર બોંબ હુમલામાં ઓછામાં ઓછા 12 નાગરિકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘોર પ્રાંતની રાજધાની ફેરેઝ કોહ ખાતે આ હુમલો થયો હતો. આ પ્રાંતમાં વધુ હિંસા જોવા મળે છે. આ હુમલા માટે કોઇ સંગઠને જવાબદારી સ્વીકારી છે, પરંતુ તાજેતરના સપ્તાહમાં સરકાર અને તાલિબાન વચ્ચેની લડાઈમાં વધારો થયો છે. ઘોર પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો અને તેનાથી બાજુની ઇમારતને પણ નુકસાન થયું હતું. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.