એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2023નો સોમવાર 13 ફેબ્રુઆરીથી બેંગલુરુમાં પ્રારંભ થયો હતો. 17 ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ શોમાં આશરે 250 કરાર થવાની આશા છે અને તેનાથી આશરે 75,000 કરોડ રુપિયાનું રોકાણ થવાનું અનુમાન છે. એરો ઈન્ડિયાના 14મી આવૃતિની થીમ ધ રન વે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટી છે. સરકારના મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ વિઝન મુજબ સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવા માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યુ હતુ. શોમાં હેલિકોપ્ટર્સ, લડાકૂ વિમાન તેજસે ઉડાન ભરી હતી. આ શોમાં 800થી પણ વધુ સંરરક્ષા કંપનીઓ ભાગ લઈ રહી છે. ઇન્ડિયન એરફોર્સના ચીફ વીઆર ચૌધરી એરો ઈન્ડિયામાં ફ્લાય પાસ્ટની આગેવાની ગુરુકુળ ફોર્મેશન દ્વારા કરી હતી. તેઓ ભારતમાં નિર્મિત તેજસ વિમાન દ્વારા આ ફોર્મેશનને બનાવ્યું હતુ.
આ શોમાં દેશ વિદેશની 800થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડે હશે અને બાકીના બે દિવસ પબ્લિક માટે ખુલ્લા રહેશે. સાથે જ સ્ટેટિક ડિસ્પ્લેમાં પણ અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ અને પ્લેટફોર્મ જોવા મળશે. અહીં દરરોજ ફ્લાઈટ પાસ્ટ થશે અને તેમાં એરફોર્સ, એચએએલ ડીઆરડીઓ, નેવી અને આર્મીના લડાકૂ વિમાન, હેલિકોપ્ટર્સ અને ડ્રોન પણ સામેલ હશે.