દેશમાં વસતા પુખ્ત વયના અડધા લોકોએ સંપૂર્ણ રસી મેળવી લીધી છે પરંતુ બીજી તરફ  33 ટકા એવી કાઉન્સિલ્સ પણ છે જેની વસ્તીના અડધા ભાગના પુખ્ત વયના લોકે રસીના બન્ને ડોઝ લેવાના બાકી છે. આમ છતા સરકારે ગુરૂવાર તા. 3 ના રોજ રાષ્ટ્રીય કક્ષાએ સીમાચિહ્નરૂપે અડધા લોકોએ રસી લઇ લીધી તે ળતાને બિરદાવી હતી. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રસીકરણનું સ્તર ઓછું હોય તેવા સમુદાયો પર વધુ જોખમ આવી શકે છે.

ઇસ્ટ લંડનના ટાવર હેમ્લેટ્સે બાબતે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે અને પુખ્ત વયના માત્ર 23.5 ટકા લોકોએ જ સંપૂર્ણ રસી લીધી છે. જ્યારે આઇલ ઓફ વાઈટના 67.4 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઇને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ બાબતે નીચલા ક્રમમાં લંડનની કાઉન્સિલોનું પ્રભુત્વ છે અને તેમાં બ્રાઇટન એન્ડ હોવ, માન્ચેસ્ટર, રેડિંગ, ન્યૂકાસલ અને સાઉધમ્પ્ટનનો પણ સમાવેશ થાય છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ઇમ્યુનાઇઝેશન હેડ ડૉ. મેરી રેમ્સે કહ્યું હતું કે ‘’મોટા શહેરોમાં લોકો વારંવાર ઘર બદલતા હોવાથી નવા જી.પી. સાથે નોંધણી કરાવી ન હોવાથી તેમજ એપોઇન્ટમેન્ટ લેટર ખોટા સરનામાં પર જતાં આમ થઇ શકે છે.”

પીએચઇના અભ્યાસમાં જણાયું હતું કે રસીનો પ્રથમ ડોઝ મેળવનાર વ્યક્તિ જો ભારતના ડેલ્ટા વેરિયન્ટના સંપર્કમાં આવે તો તેમને માત્ર 33 ટકા જ રક્ષણ મળે છે. પરંતુ બીજી રસી મેળવનારને 60 ટકા સુધી રક્ષણ મળે છે.

રોગચાળામાં મૃત્યુ પામેલા 65થી વધુ વયના લોકોનો દર 90 ટકાથી વધુ હતો જેમાંના 94 ટકા લોકોને રસીના બન્ને ડોઝ અપાઇ ચુક્યા છે. જો કે, લંડનના કેમ્ડેન કાઉન્સિલના આ વય જૂથના માત્ર 67 ટકા લોકોને જ રસી મળી છે. લંડનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી  15 કાઉન્સિલ છે.

એનએચએસ ઇંગ્લેન્ડને 16,૦૦૦થી વધુ લોકોના સર્વેમાં જણાયું હતું કે 63 ટકા લોકો રસી લેવા તત્પર છે અને 21 ટકા લોકો તે સ્વીકારે તેવી સંભાવના છે.

પીએચઇએ ગુરૂવારે ચેતવણી આપી હતી કે પ્રારંભિક ડેટા મુજબ ભારતીય વેરિયન્ટનો ચેપ ધરાવનાર લોકોને કેન્ટ વેરિયન્ટ કરતા બમણા દરે હોસ્પીટલમાં દાખલ કરવા પડે છે.

એનએચએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ભારતીય વેરિયન્ટમાં વધારો થયો છે ત્યાં રસીકરણ વધારવાના પ્રયત્નોએ પ્રોત્સાહક પરિણામો આપ્યા છે.

લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના ડૉ. દીપ્તિ ગુરદાસાનીએ જણાવ્યું હતું કે ‘’વેક્સીન રોલઆઉટમાં પ્રાદેશિક તફાવતો કોવિડ-19 દ્વારા પહેલાથી જ લાવવામાં આવેલ અસમાનતાઓને વધુ તીવ્ર બનાવી શકે છે.’’

એથનિસીટી મુજબ રસીકરણની માહિતી

રસીનો પ્રથમ ડોઝ લેનાર લોકોનું પ્રમાણ

બ્લેક અથવા બ્લેક બ્રિટીશ

અન્ય   46.0%

આફ્રિકન        37.6%

કેરેબિયન       29.1%

શ્વેત

અન્ય   75.9%

બ્રિટિશ  50.6%

આઇરિશ        41.6%

એશિયન અથવા એશિયન બ્રિટીશ

ભારતીય        63.5%

અન્ય   53.9%

પાકિસ્તાની     44.8%

બાંગ્લાદેશી      44.3%

અન્ય વંશીય જૂથો

બીજા અન્ય વંશીય જૂથ 89.0%

ચાઇનીઝ       38.7%

મિક્સ

અન્ય   47.5%

શ્વેત અને બ્લેક આફ્રિકન 31.2%

શ્વેત અને એશિયન      20.2%

શ્વેત અને બ્લેક કેરેબિયન        13.8%

સ્રોત: એનએચએસ ઇંગ્લેન્ડ, લીવર