ઝી ટીવી ફરી એકવાર સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ લઈને આવી રહ્યો છે. આ વર્ષે આ શોમાં હોસ્ટ તરીકે આદિત્ય નારાયણ જોવા મળશે. તેની સાથે નિર્ણાયકોની પેનલમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જોડાયા છે. આદિત્ય એ હંમેશા એક પ્રતિભાશાળી હોસ્ટ રહ્યો છે, જેનો જાદુ અને ગાયકીની ક્ષમતા સા રે ગા મા પાએ બહુ નાની ઉંમરમાં જ જોઈ હતી.
દરેક આગળ વધતી સીઝનની સાથે તેની પ્રસિદ્ધિ વધી છે અને ફરીથી તેની અદભૂત મસ્તીની સાથે દર્શકોને જકડી રાખવા માટે નિર્ણાયકો અને સ્પર્ધકની સાથે એક સરખું જ સંયોજન કરી દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. સા રે ગા મા પાની નવી સીઝનમાં દેશમાં ઓન-ગ્રાઉન્ડ ઓડિશન પણ શરૂ થઈ ગયા છે. ગુવાહાટી, કોલકત્તા, બેંગ્લુરુ, લખનૌ, જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં પ્રતિભાશાળી ગાયકો મેગા ઓડિશન રાઉન્ડ માટે પહોંચ્યા હતા. મુંબઈ, દિલ્હી, વડોદરા અને પૂણે જેવા શહેરોમાં હવે ઓડિશન યોજાશે. ઉલ્લેખનીય છે કે સા રે ગા મા પા શો દેશના સિંગિંગ ટેલેન્ટને પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે.
