
બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં તેની લાંબા સમયની ગર્લ ફ્રેન્જડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિત નારાયણનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ હતો. આદિત્યે પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં હતા. કોરોના મહામારીને કારણે લગ્ન સમારંભમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા ફ્રેન્ડ્સ હાજર રહ્યાં હતા.
