The Supreme Court's expert committee gave a clean chit to Adani Group
REUTERS/Amit Dave/File Photo

અદાણી ગ્રૂપ તેની સંયુક્ત સાહસ કંપની અદાણી વિલ્મરમાંથી હિસ્સો વેચીને એક્ઝિટ કરવા વિચારે છે. અદાણી જૂથે અદાણી વિલ્મરમાંથી 44 ટકા હિસ્સો વેચવા તૈયારી કરી છે જેની વેલ્યૂ 6.17 અબજ ડોલર આંકવામાં આવે છે. આ કંપની એ અદાણી અને વિલ્મર ઈન્ટરનેશનલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ વેચવામાં આવે છે. અદાણી હવે તેના મુખ્ય બિઝનેસ પર ફોકસ કરીને લિક્વિડિટી વધારવા માગે છે 

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર પર્સનલ રીતે માઈનોરિટી હિસ્સો જાળવી રાખે તેવી શક્યતા છે. બીજી તરફ વિલ્મર પોતાનો હિસ્સો જાળવી શકે છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ પણ તેનો સ્ટેક જાળવી રાખે તેવી શક્યતા છે. આ માટેની વાતચીત હમણાં શરૂઆતના તબક્કામાં છે. 

અદાણી વિલ્મર ખાદ્ય તેલ, ઘઉંનો લોટ, ચોખા, કઠોળ અને ખાંડ જેવી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. 1999માં અદાણી જૂથ અને વિલ્મર ગ્રૂપ વચ્ચે સંયુક્ત સાહસની રચના કરવામાં આવી હતી. હાલમાં અદાણી વિલ્મર દેશના 10 રાજ્યોમાં 23 પ્લાન્ટ ધરાવે છે. ખાદ્યતેલ બનાવતી કંપની ફોર્ચ્યુન તેની મુખ્ય બ્રાન્ડ છે. જૂન 2023માં સમાપ્ત થયેલા પ્રથમ ક્વાર્ટરમાં અદાણી વિલ્મરે 79 કરોડની કુલ ખોટ નોંધાવી હતી. તેનો EBITDA 71 ટકા ઘટીને 130 કરોડ થયો હતો જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 443 કરોડ રૂપિયા હતો. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ નફો 21 ટકા ઘટીને 1178 કરોડ થયો હતો જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1494 કરોડ હતો. 

LEAVE A REPLY