અદાણી પોર્ટસ એન્ડ સ્પેશયલ ઇકોનોમિક ઝોન શ્રીલંકામાં પોર્ટ ટર્મિનલના નિર્માણ માટે શ્રીલંકાની જોહન કીલ્સ હોલ્ડિંગ સાથે કામગીરી કરશે. ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આ પ્રથમ સ્વતંત્ર વિદેશી પ્રોજેક્ટ છે.
ભારતની સૌથી મોટી ખાનગી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટને કોલંબોમાં વેસ્ટ કન્ટેનર ટર્મિનલના નિર્માણ અને સંચાલન માટે શ્રીલંકાના સત્તાવાળા પાસેથી લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે, એમ કંપનીએ સોમવારે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું. શ્રીલંકા પોર્ટ ઓથોરિટીના ચેરમેન દયા રત્નાયકે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 750 મિલિયન ડોલર છે.
અદાણી પોર્ટ ભારતમાં આશરે એક ડઝન પોર્ટનું સંચાલન કરે છે અને આશરે 30 ટકા બજારહિસ્સા પર અંકુશ છે. શ્રીલંકામાં ચીનના પ્રભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અદાણીને મળેલો આ પ્રોજેક્ટ ભારત માટે પણ મહત્ત્વનો છે.