ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્ત્વમાં તેમની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસે જાણીતી સમાચાર એજન્સી ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ (IANS)માં બહુમતી હિસ્સો ખરીદી લેતા મીડિયાના ક્ષેત્રમાં તેની હાજરીમાં વધારો થયો હતો.
અદાણી ગ્રુપના એક નિવેદન મુજબ IANSનો 50.5 ટકા હિસ્સો રૂ.510,000 ($6,140)માં ખરીદીને એજન્સીના સંચાલનનું અને મેનેજમેન્ટનું સંપૂર્ણ નિયંત્રણ તેને મેળવી લીધું હતું. નાણાકીય વર્ષ 2022-23માં આ ન્યૂઝ એજન્સીની આવક રૂ. 118.6 મિલિયન નોંધાઇ હતી.
અદાણી ગ્રુપે ગત વર્ષે માર્ચ મહિનામાં ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદીને મીડિયા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. જે બિઝનેસ અને નાણાકીય જગતના સમાચાર માટેના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ-બીક્યુ પ્રાઇમનું સંચાલન કરે છે. પછી ડિસેમ્બર 2022માં ગ્રુપે જાણીતા મીડિયા જૂથ એનડીટીવીમાં 65 ટકા જેટલો હિસ્સો ખરીદ્યો હતો.