અદાણી જૂથની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે મેક્વાયર એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પાસેથી વડોદરાથી હાલોલને જોડતા સ્ટેટ હાઈવે ૮૭નો ૩૧.૭ કિલોમીટરનો માર્ગ અને અમદાવાદથી મહેસાણા વચ્ચે સ્ટેટ હાઈ-વે ૪૧નો ૫૧.૬ કિલોમીટરનો માર્ગ હસ્તગત કર્યો છે. રૂ. ૩૧૧૦ કરોડના ખર્ચે આ બંને માર્ગ હસ્તગત કરવામાં આવી રહ્યા છે.
અદાણી રોડ્સ ટ્રાન્સપોર્ટ લિમિટેડની પેટા કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માધ્યમથી આ બે માર્ગ હસ્તગત કરવામાં આવ્યા છે. આ માર્ગનો ૨૬.૮ ટકા હિસ્સો આઈ એલ એન્ડ એફ એસ પાસે છે. બાકીનો હિસ્સો ગુજરાત સરકારના હાથમાં છે. આ જ રીતે અદાણી જૂથ આંધ્રપ્રદેશ સ્ટેટ ટોલ રોડ્સ પોર્ટફોલિયોના ૧૦૦ ટકા હિસ્સો પણ હસ્તગત કરશે. અદાણી જૂથ દેશના ૧૦ રાજ્યોમાં હાઈ વેનો બિઝનેસ ધરાવે છે. કંપની ૪૧૦૦૦ કરોડના મૂલ્યના ૮ હાઈબ્રિડ એન્યુઈટી મોડથી ચાલતા, ૫ બીલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની કન્ડિશનથી ચાલતા તેમ જ ટોલ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની શરતે ચાલતા એક રોડનો પોર્ટફોલિયો ધરાવે છે.
આ સોદો સપ્ટેબર 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે આવશ્યક મંજૂરીઓને આધિન રહેશે.
ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (જીઆરઆઇસીએલ)માં મેક્વેરી એશિયા ઇન્ફ્રા 56.8 ટકા, આઇએલ એન્ડ એફએસ 26.8 ટકા અને બાકી હિસ્સોનો ગુજરાત સરકાર ધરાવે છે.