(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આશરે 7,000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા આરએસએસ વડા મોહન ભાગવત સહિત 30000 વીવીઆઈપીનાં નામ છે.

સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિત લગભગ 8,000 મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે. અભિનેતા અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ આમંત્રિતોમાં સામેલ છે. આ ઉપરાંત દેશભરમાંથી 4000 સંત-મુનિઓને બોલાવવામાં આવી રહ્યા છે.

સિનેમા જગતમાંથી કંગના રનૌત અને ગાયિકા આશા ભોંસલેને આમંત્રણ અપાયું છે. દેશના

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું, “પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે 50 દેશમાંથી એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 50 કારસેવક પરિવારોના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે સંતો, પૂજારીઓ, શંકરાચાર્ય, ધાર્મિક નેતાઓ અને ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, ન્યાયાધીશો, વકીલો, વૈજ્ઞાનિકો, કવિઓ, સંગીતકારો અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વ્યક્તિઓને પણ આમંત્રણો મોકલવામાં આવ્યાં છે. 7,000 આમંત્રિતોમાંથી આશરે 4,000 દેશભરના ધાર્મિક નેતાઓ હશે. બાકીના 3 હજાર વિવિધ વિસ્તારોમાંથી VVIP હશે. સમારોહ પહેલાં આમંત્રિતો સાથે એક લિંક શેર કરવામાં આવશે. તેઓ એકવાર એમાં નોંધણી કરાવશે, પછી તેમને એક બારકોડ મળશે, આ બારકોડ એન્ટ્રી પાસ તરીકે કામ કરશે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ મંદિરમાં રામલલ્લા 5 વર્ષના બાળરૂપમાં બિરાજમાન થશે. આ માટે બે પથ્થરમાંથી કુલ ત્રણ મૂર્તિ બનાવવામાં આવી રહી છે. કર્ણાટક અને એક રાજસ્થાનની મૂર્તિ 90 ટકા તૈયાર છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, બે લાખથી વધુ રામભક્તો અભિષેક સમારોહમાં હાજરી આપશે. દેશભરનાં 4 લાખ ગામડાંનાં મંદિરોમાં પણ આ સમારોહ ઊજવવામાં આવશે. સમારોહનું જીવંત પ્રસારણ પણ થશે, જેનાથી કરોડો ભક્તો આ ઐતિહાસિક ક્ષણને પ્રત્યક્ષ નિહાળી શકશે.

LEAVE A REPLY