ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી ૧૦.૫ બિલિયન ડોલર એટલે કે રૂ.૮૦૮૫૦ કરોડમાં અંબુજા સિમેન્ટ ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા અને તેની પેટા કંપની એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે.
અંબુજા સિમેન્ટમાં હોલ્સિમ ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી ગ્રૂપે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે. અદાણી ગ્રૂપે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે.
અદાણી ગ્રૂપે વર્ષ ૨૦૨૧ અદાણી સિમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ ગેસ, પોર્ટ, પાવર, એરપોર્ટ, વીજ વિતરણ સહિત રોડ બાંધકામ ક્ષેત્રે પણ કાર્યરત છે. સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મટીરિયલ ક્ષેત્રે અગ્રણી કંપની હોલ્સિમ ભારતમાં અંબુજા સિમેન્ટ અને એસિસી ની માલિક છે અને બન્ને મળી વર્ષે રૂ.,૩૦,૦૦૦ કરોડનું વેચાણ ધરાવે છે. બંને કંપની ભેગા મળી રૂ.૧.૧૧ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવે છે. અંબુજા અને એસીસી બન્ને ખરીદી માટે જિંદાલ ગ્રુપ, આદિત્ય બિરલાની અલ્ટ્રાટેક પણ બિડિંગ કર્યું હતું આ બન્ને કંપનીઓ એકત્ર કરી ૬.૬૦ કરોડ ટન સિમેન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ભારતમાં ધરાવે છે. હોલ્સિમ વર્ષ ૨૦૦૫માં અંબુજા સિમેન્ટમાં હિસ્સો ખરીદી ભારતમાં આવ્યું હતી. આ પછી અંબુજાએ એસીસીમં હિસ્સો ખરીદ્યો હતો.