બિલિયોનોર ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપે દુબઈમાં યોજાનારી T20 ક્રિકેટ લીગની એક ફ્રેન્ચાઇઝી ટીમની ખરીદી કરી છે. રસપ્રદ બાબત એ છે કે અદાણી ગ્રૂપે ઓક્ટોબર 2021માં 2022ની ઇન્ડિયન પ્રીમિયમર લીગ (આઇપીએલ)ની ટીમ ખરીદવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ અમદાવાદ કે લખનો એમ બંનેમાંથી એક પણ ટીમની ખરીદી કરી શક્યું ન હતું.
ગ્રૂપે એ નિવેદનમાં જણાવ્યું હતું કે આ લીગ આગામી યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. અદાણી ગ્રુપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને UAEની ફ્લેગશિપ T20 લીગમાં ફ્રેન્ચાઈઝીની માલિકી અને સંચાલનના અધિકારો ખરીદ્યા છે. હવે અદાણીએ યુએઈની ટી20 લીગમાં ફ્રેન્ચાઈઝી ટીમ ખરીદીને ક્રિકેટ ફ્રેન્ચાઈઝીમાં સીમાચિહ્નરૂપ પ્રવેશ કર્યો છે. UAE T20 લીગ એ એક વાર્ષિક ઇવેન્ટ છે, જેમાં છ ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે 34-મેચ રમાશે. આ છ ટીમમાંથી એક માટે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા અદાણીને લાઇસન્સ પ્રાપ્ત થયું છે. આ લીગમાં ક્રિકેટ રમતા તમામ દેશોના ટોચના ખેલાડીઓ વિવિધ ટીમોમાં ભાગ લઈ શકશે.
અદાણી ગ્રૂપ ઉપરાંત યુએઇ ટી-20 લીગમાં મુકેશ અંબાણી, બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન અને જીએમઆર ગ્રૂપના કિરણ કુમાર ગ્રંથી જેવા ટીમ માલિકો છે. અદાણી ગ્રૂપ ઉપરાંત યુએઇ ટી-20 લીગમાં મુકેશ અંબાણી, બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન અને જીએમઆર ગ્રૂપના કિરણ કુમાર ગ્રંથી જેવા ટીમ માલિકો છે.