મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે તેમના 79માં જન્મદિને એક મહત્ત્વનો નિર્ણય કરીને પાન મસાલાની એક બ્રાન્ડ માટે એડનો કોન્ટ્રક્ટ તોડી નાંખ્યો હતો.
બચ્ચનના જન્મદિનને સમગ્ર દેશમાં ઉજવણી થઈ હતી. તેમના ચાહકો, પરિવારના સભ્યો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ સોસિયલ મીડિયામાં તેમને જન્મદિનની શુભકામના આપી હતી. ચાહકો મુંબઈના જુહુ બંગલા નજીક એકઠા થયા હતા.
એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવાનું કારણ દર્શાવતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, તેઓ આ એટલા માટે કરી રહ્યા છે જેથી નવી પેઢીને પાન મસાલાનું સેવન કરવા માટે પ્રોત્સાહન ન મળે. તેમણે આ વિજ્ઞાપન માટે મળેલી ફી પણ પાછી સોંપી દીધી હતી.
અમિતાભ બચ્ચની આ એડનો અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોના મતે દેશની સીનિયર મોસ્ટ પર્સનાલિટી હોવાના નાતે અમિતાભ બચ્ચને આવી જાહેરાતો ન કરવી જોઈએ. નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઈઝેશને પણ અમિતાભ બચ્ચનને વિનંતી કરી હતી કે, બિગ બી તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે.
થોડા સમય પહેલા પાન મસાલાની આ એડના મુદ્દે કેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા. તે એડ કરવાને લઈ અમિતાભ બચ્ચનને ભારે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ તે વાતને લઈ ખાસ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પરંતુ અમિતાભ બચ્ચને હવે આ મામલે એક્શન લીધી છે. અમિતાભ બચ્ચને તે એડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.