અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. લગ્ન બાદ બંનેએ નજીકના મિત્રોને લંચ પાર્ટી આપી હતી, જેમાં સોનમ કપૂર, દિવ્યા દત્તા સામેલ થયાં હતાં.
સ્વરાએ વીડિયો જારી કરીને પોતાની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ તે જણાવ્યું છે. નવી દિલ્હીમાં વિરોધી દેખાવો દરમિયાન બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી. ફહાદે પોતાની બહેનનાં લગ્નમાં સ્વરાને આમંત્રણ આપ્યું હતું,
સ્વરાએ ખુલાસો કર્યો કે તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આ વર્ષે 6 જાન્યુઆરીએ તેમના કોર્ટ મેરેજ માટે કાગળો સબમિટ કર્યા હતા. સ્પેશ્યલ મેરિજ એક્ટ હેઠળ બે જુદા જુદા ધર્મના લોકો લગ્ન કરી શકે છે.
તસવીરોમાં સ્વરા મરૂન સાડીમાં જોવા મળી હતી. દંપતીએ તેમના માતાપિતા સાથે પોઝ પણ આપ્યો હતો. સ્વરા એક તસવીર ફહાદનો હાથ પકડીને ડાન્સ કરતી જોવા મળી હતી. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના મહેંદી પહેરેલા હાથની ઝલક પણ આપી હતી.
2 ફેબ્રુઆરી, 1992માં ઉત્તરપ્રદેશના બહેરીમાં જન્મેલા ફહાદના પિતાનું નામ ઝિરાર અહમદ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ફહાદે જુલાઈ, 2022માં અબુ આસિમ આઝમી તથા રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો.
સ્વરાએ ‘ગુઝારિશ’, ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝણા’, ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે વેબ સિરીઝ ‘રસભરી’માં જોવા મળી હતી. તે છેલ્લે ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી. અપકમિંગ ફિલ્મ ‘મિમાંસા’ છે.