(ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા રવિવારે રાજસ્થાનમાં ઉદયપુર ખાતેની તાજ લેક પેલેસ હોટેલમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગે મનીષ મલ્હોત્રાસાનિયા મિર્ઝા અને હરભજન સિંહ સહિતના પરિવારના દરેક સભ્યોમિત્રો અને રાજકારણીઓ શાહી લગ્નમાં ભાગ લેવા ઉદયપુર પહોંચ્યાં હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલપંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનયુવા સેનાના આદિત્ય ઠાકરે ઉદયપુરમાં આવ્યા હતા. વરરાજા તરફથી આવેલા મહેમાનોમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ સામેલ હતાં.  

દરમિયાનપરિણીતીની પિતરાઈ બહેન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા લગ્નસમારંભમાં હાજર રહ્યાં  હતા. પ્રિયંકા અથવા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી લગ્નમાં હાજરી આપવા માટે ભારત આવ્યા ન હતાં.  પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પરિણીતીને શુભેચ્છા પાઠવી હતી. બંનેએ મે મહિનામાં દિલ્હીમાં પરિવારના સભ્યો અને રાજકીય નેતાઓની હાજરીમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. 

રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે. વર્ષ 2012માં તેમણે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 11 નવેમ્બર1988ના રોજ જન્મેલા રાઘવ ચઢ્ઢા તેમના દમદાર ભાષણો માટે જાણીતા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા રાઘવ ચઢ્ઢા પ્રેક્ટિસ-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. રાઘવ ચઢ્ઢાએ શ્યામ માલપાણીડેલોઈટ અને ગ્રાન્ટ થોર્નટન જેવી કંપનીઓમાં કામ કર્યું છે. 

LEAVE A REPLY